મન અંજુમન
ડૉ. સ્નેહલ નિમાવત કુબાવત
9429605924
ગરબે રમવા આવો મા અંબા (ગરબો)
ગરબે રમવા આવો મા અંબા નોરતાની રાત છે
રાસ પણ રમીશું સાથે નોરતાની રાત છે,
આની સાથે એની સાથે મારી સાથે તેની સાથે
ગરબે રમવા આવો મા અંબા......નોરતાની રાત છે.
ઝમક્યું રે ઝમકયું માં નું મા નું ઝાંઝર ઝમક્યું રે
ચમકી રે ચમકી માની ચુંદલડી ચમકી રે,
આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે
ગરબે રમવા આવો મા ચામુંડા.....નોરતાની રાત છે
રઢિયાળી રાત છે તારાઓ સાથે છે
મોજીલી રાત છે ચાંદલિયો સાથે છે,
આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે
ગરબે રમવા આવો મા દુર્ગા........ નોરતાની રાત છે
શેરીઓ શણગારી છે શણગાર્યા ચોક છે
સોસાયટી આખે આખી અમે શણગારી છે,
આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે
ગરબે રમવા આવો મા નવદુર્ગા..... નોરતાની રાત છે
અભણ અમદાવાદી
મહેશ સોની અભણ અમદાવાદીના નામથી કવિતા લખે છે. તેમની કવિતા લાગણી અને વાસ્તવિકતા થી સભર હોય છે. મા અંબાનો ગરબો મા પ્રત્યેની શ્રધ્ધા અને આસ્થા દર્શાવે છે.
નવલી નવરાત્રી મા આંબાની ભક્તિનો તહેવાર છે. શક્તિના પ્રતીક રૂપ આ તહેવારમાં મા ની આરાધના કરવામાં આવે છે. ભક્તિથી તરબોળ આ તહેવારમાં મા આપણા જીવનમાં નવી ઊર્જા ભરે છે. નવેસરથી જીવવા પ્રેરણા આપે છે. તકલીફ સામે લડવાની હિંમત આપે છે.
જીવનમાં છવાયેલા અંધકારને હિંમતથી દૂર કરવાની અનોખુ બળ મળે છે. ગરબે ઘૂમીને આપણે આપણી પોતાની અંદર નવી ઊર્જા અનુભવીએ છીએ. દર વરસે નવી જ શક્તિ મનને આ તહેવાર ઉજવીને મળે છે. જેમ દશેરાના દિવસે આપણે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ મનાવીએ છે. દશેરાના દિવસે "રામલીલા" ના અંતને દર્શાવી અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરીએ છીએ.
આજે આપણે બુરાઈ પર સત્યની જીત થતા જોઈએ છીએ. મન પાસે એટલી શક્તિ છે કે આપણે ધારીએ એ કામ કરી શકીએ છીએ. નવરાત્રિના દિવસોમાં મનને નવું જોમ મળે છે નવો ઉત્સાહ મળે છે અને તકલીફો સામે લડવાની નવી તાકાત મળે છે.
પ્રસ્તુત ગરબામાં આંબામા, ચામુંડામા, દુગમા, અને નવદુર્ગામા
ની ભક્તિ અને આરાધનાનું ગાન ગવાયું છે.
નવરાત્રિના દિવસોમાં આબોહવામાં વસંત અને પાનખર જેવા બે મહત્વના સંગમોની શરૂઆત થાય છે અને સૂર્યનો પ્રભાવ પણ રહે છે. માતૃદેવીની પૂજા માટે આ બે સમયગાળાને એક પવિત્ર તક તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર આધારીત પંચાંગ પ્રમાણે આ ઉત્સવની તારીખો નક્કી કરવામાં આવે છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. દશેરા એટલે કે 'દસ દિવસ' એ નવરાત્રી પછીનો દીવસ છે. નવરાત્રી ઉત્સવ કે નવ રાત્રીઓનો આ ઉત્સવ હવે તેના છેલ્લા દિવસને જોડીને દસ દિવસનો ઉત્સવ બની ગયો છે, જેને વિજયાદશમી કહેવાય છે, જે આ ઉત્સવનો અંતિમ દિવસ છે, આ દસ દિવસોમાં, માતા મહિષાસુર-મર્દીની (દુર્ગા)ના વિવિધ રૂપોનું ઉત્સાહ અને ભક્તિથી પૂજન કરવામાં આવે છે.
નવરાત્રી દરમ્યાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે.દુર્ગા, જે અપ્રાપ્ય છે તે, ભદ્રકાલી, અંબા કે જગદંબા, વિશ્વમાતા, અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં (પાત્રનો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે) સંઘરીને રાખે છે તે., સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે, ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલિતા, ભવાની, મોકામ્બિકા.
આ નવરાત્રિનું પર્વ આપણા સૌ માટે ભક્તિસભર બની રહે એવી શુભેચ્છાઓ. નવરાત્રીનો તહેવાર આપણે પોતિકાઓ સાથે ઉજવીએ અને અજાણ્યાથી દૂર રહીએ. સજજ થઈને નવરાત્રી ઉજવીએ પણ નવરાત્રી દરમ્યાન દૂષણોથી દૂર રહીએ અને આપણું ધ્યાન રાખીએ..
ટૂંકું ને ટચ
ભક્તિના પાવન પ્રસંગે મા ને યાદ કરી પવિત્ર મનથી આરાધના કરીએ..
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें