Translate

मंगलवार, नवंबर 29

જડતર સેટની આત્મકથા


હું જડતર જ્વેલરીનો સેટ છું. મારા અંગોના નામ હાર,બંગડી,નેકલેસ,બુટ્ટી,ટીકી, પાયલ વગેરે છે.
આ પળે હું સોનું ગાળવાની કુલડીમાં પડ્યો છું. થોડી ક્ષણો પહેલા મારા પર હથોડી ચલાવી તોડી નંખાયો છે. થોડી જ વારમાં મને ગાળવામાં આવશે. આ ક્ષણે આંખોમાં દુઃખ અને આનંદ બંનેના કારણે ઝળઝળીયાં આવી રહ્યાં છે. બે ત્રણ મિનિટમાં જ સોનું ગાળવાની ગન ચાલશે અને.......પણ....
જ્યારે પાછું વળીને જોઉં છું ત્યારે ભવ્ય ભૂતકાળ યાદ આવી રહ્યો છે. એક સમય એવો પણ હતો. જ્યારે હું સોનાના બિસ્કીટના સ્વરૂપમાં હતો. ચોવીસ કેરેટ સોનું હતો. મને એક પ્રતિષ્ઠિત વેપારીએ ખરીદી લીધો. એને જડતરના સેટનો ઓર્ડર મળ્યો. એણે મારી સાથે બીજા ત્રણ બિસ્કીટને ઘાટ ઘડવા માટે કારીગરને સોંપ્યા. સાથે ડિઝાઈનના કાગળ પણ સોંપ્યા. કારીગરે મને અન્ય બે ત્રણ ધાતુઓ સાથે ગાળીને રણી બનાવી. મારામાં અન્ય ધાતુઓની મેળવણી પહેલા તો મને ના ગમી, મનમાં એક અણગમો ઉપજ્યો. જો કે પછી સમજાયું કે દુનિયામાં 'ચાલવું' હોય તો આપણે એવાની સાથે બાંધછોડ કરવી જ પડે છે. જે આપણને નથી ગમતા.

ઘડતરના કારીગરે અન્ય ધાતુઓને યોગ્ય પ્રમાણમાં મારામાં મિલાવી. પછી મને જુદા જુદા આકાર આપ્યા. પછી એ આકારોને પરસ્પર જોડીને એવા ઘાટનું નિર્માણ કર્યું. જેમાં જડતર થયી શકે. ઘડતરના કારીગર પછી મને જડતરના કારીગર પાસે તે જડતર કરી શકે એના માટે મોકલવામાં આવ્યો. એણે ખંતપૂર્વક જડતરનું કામ કર્યું. એણે કુંદન જડતર દ્વારા ફૂલ, પાન અને વિભિન્ન કોતરણી કરી. જડતરનું કામ પૂરું થયા પછી. મને મોતી-પરોયા(મોતી પરોવવાનુ કામ કરનાર) પાસે મોકલવામાં આવ્યો. મોતી વગેરે પરોવ્યા પછી મારો દેખાવ વધારે ખીલ્યો.

પૂરી રીતે તૈયાર થયા પછી મને વેપારીએ શો-રુમમાં મુક્યો. થોડા જ દિવસો પછી એક સજ્જન અને શ્રીમંત ઘરની સ્ત્રીએ મને ખરીદી લીધો. એણે સુખ, સમૃદ્ધિના પ્રસંગોએ મને એના શણગારનો અભિન્ન અંગ બનાવ્યો. વાર તહેવારે એ મને પહેરતી ત્યારે એનું સૌંદર્ય વધારે દીપી ઉઠતું. તે જ્યારે શણગાર કરવાની શરૂઆત કરતી ત્યારે સૌથી છેલ્લે મને પહેરતી; પણ જ્યારે શણગાર ઉતારતી ત્યારે સૌથી પહેલા મને ઉતારતી. મને તિજોરીમાં મુકતી. એના પછી બીજો શણગાર ઉતારતી. એણે મને કાયમ પોતાના પરિવારની શાન અને પ્રતિષ્ઠા સમજ્યો હતો. મેં પણ એની સુંદરતામાં વધારો કરવામાં કોઈ જ કચાશ નહોતી રાખી. હું એ સન્નારીના બે પુત્ર અને એક પુત્રીના લગ્ન પ્રસંગોની સાક્ષી બન્યો છું.

એકવાર એ સન્નારીના પતિ બહુ જ મોટા આર્થિક સંકટમાં ફસાયા, ત્યારે મને ગિરવે મૂકાયો. મને ગિરવે મૂકી મળેલા રૂપિયામાંથી એમણે નવેસરથી વેપાર શરૂ કર્યો. તનતોડ પરિશ્રમ કર્યો. સમાજ અને બજારમાં ખોવાયેલા માન, સન્માન અને પ્રતિષ્ઠાને પુનઃ પ્રાપ્ત કર્યા. મને પણ છોડાવ્યો. પાછું પોતાના પરિવારમાં સ્થાન આપ્યું.
પણ........
કુદરતનો ક્રમ છે. જેનો ઉદય થાય છે. એનો અસ્ત પણ થાય છે. જેનું સર્જન થાય છે. એનું વિસર્જન પણ થાય છે. મારા વિસર્જનના પળ પણ જલ્દી જ આવવાન છે. થોડી મિનિટોમાં મને ગાળવામાં આવશે. હું વિસર્જીત થયી જઈશ. આ એક પ્રકારે શુદ્ધિકરણ ની પ્રક્રિયા છે. આ વિસર્જન પછી મારું નવસર્જન થશે. નવો જન્મ થશે. ખબર નહીં કઈ શૈલીનું, કઈ ડિઝાઇનનું બનીશ, પણ બનીશ હું ઘરેણું જ; કારણ કે હું સોનું છું, શુદ્ધ સોનું: એટલે બનીશ તો હું ઘરેણું જ.
લો, મને ગાળવા માટે આવી ગયા છે.
રામ રામ જય શ્રી કૃષ્ણ
અભણ અમદાવાદી
કુમાર અહમદાબાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

मुलाकातों की आशा(रुबाई)

मीठी व हंसी रातों की आशा है रंगीन मधुर बातों की आशा है  कुछ ख्वाब एसे हैं जिन्हें प्रीतम से मदमस्त मुलाकातों की आशा है  कुमार अहमदाबादी