Translate

बुधवार, मई 22

શબ્દ ખારા નથી લખતો(ગઝલ)


લખે છે શબ્દ પણ ખારા નથી લખતો

કોઈને સાપના ભારા નથી લખતો


નકામા અર્થ કે તારણ ન કાઢો હોં 

એ તો ખારા ને પણ ખારા નથી લખતો


હવા પાણી વગેરે પંચતત્વો ને

તે તારા કે મારા નથી લખતો


ભણેલો ને ગણેલો છે કલાપ્રેમી

છતાં પણ અક્ષરો સારા નથી લખતો


‘અભણ’ તું આમ તો અઢળક લખે છે પણ

કદી યે કાવ્ય તું તારા નથી લખતો

અભણ અમદાવાદી



कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

चल जल्दी चल (रुबाई)

  चल रे मन चल जल्दी तू मधुशाला  जाकर भर दे प्रेम से खाली प्याला मत तड़पा राह देखने वाली को  करती है इंतजार प्यासी बाला  कुमार अहमदाबादी