Translate

शुक्रवार, फ़रवरी 23

બાળકના સવાલ - મમ્મીના જવાબ


બાળકના સવાલ

મમ્મી ક્હેને કેમ છે આવું

જેવું જે છે કેમ છે એવું

'અભણ' ન રહેવું મારે મમ્મી

જાણવું છે મારે સઘળું મમ્મી

ફૂલો એ કેમ ફૂલ છે ને

કાંટા એ કેમ કાંટા છે?

ફૂલો ને સૌ પ્રેમ કરે ને

કાંટા ને કેમ ધિક્કારે? મમ્મી

સૂરજ રોજ સવારે આવે

સાંજે કેમ કદી ન આવે?

ચાંદો કેમ વધતો જાય

પાછો કેમ ઘટતો જાય? મમ્મી

જાણવું છે મારે મમ્મી

સૌ ધર્મોમાં ફાંટા છે કેમ?

સૌ માને જો ભગવન ને તો 

ઘર ભગવનનાં જુદા છે કેમ? મમ્મી




મમ્મીના જવાબ

જાણવું જો તારે સઘળું 

જેવું જે છે તેવું છે કેમ

થોડું ઘણું હું બતાવું 

બાકી માટે ભણવું પડશે જાણવું

સૌને આપે ફૂલ સુગંધ 

માટે એને પ્રેમ કરે સૌ

કાંટા વાગી લોહી વહાવે 

માટે એને ધિક્કારે સૌ જાણવું

સૂરજ ઉગે 'તે' જ સવાર 

સૂરજ ડૂબે 'તે' છે સાંજ

વધતો ઘટતો કેમ ચાંદો 

જાણવાને ભણવું પડશે. જાણવું

ભગવન તો છે એક 

પણ ધર્મો એના રસ્તા છે

જેમ તારી સ્કૂલ છે એક 

ને રસ્તા સૌના જુદા છે જાણવું

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

नीलम का असर

एक सुनार जडिये रामू की घटना है. रामू ने पिता के पास से एक नीलम की अंगूठी पहनने के लिए ली. पिता ने चेतावनी देकर कहा कि देख ये नीलम है. ये सब ...