Translate

बुधवार, जनवरी 12

કબૂતરની ફરિયાદ

 

હું ધાબા પર ઉભો'તો

અચાનક એક વૃદ્ધ કબૂતર મારી પાસે આવ્યું

મારી પાસે બેસીને મારી સાથે વાતોએ વળગ્યું 

વાતો હતી બદલાતા સમયની

સમયની સાથે 

બદલાતા ફેશનની

બદલાતા જીવન મુલ્યોની

એણે બહુ વાતો કરી

પણ, એની એક વાત 

મારા હૃદયને સ્પર્શી ગયી

અને મને વિચારતો કરી મુક્યો

સાચું કહું તો 

એ વાતે 

મનમાં ખળભળાટ મચાવી દીધો 

એણે ફરિયાદ કરી હતી કે તમે માણસોએ

અમને બેરોજગાર કરી દીધાં છે

તમે આજકાલ અમને

ટપાલ પહોંચાડવાનું કામ કેમ નથી સોંપતા?

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी