Translate

बुधवार, जनवरी 26

સાધના

(પ્રસ્તુત વિચાર મારા છે. આ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ વિચારો સાથે સંમત થાય. દરેકના પોત પોતાના મત અને વિચાર હોય છે. મારો આ પણ દાવો નથી કે આ જ સત્ય છે.) 

- વસ્ત્રોનો ત્યાગ કરવો એ વસ્ત્ર પહેરવા છોડી દેવા એ સાધના નથી.

- ભોજનનો ત્યાગ કરવો પણ સાધના નથી. કોક ભૂખ્યા જીવ માટે ભોજનની વ્યવસ્થા કરવી એ સાધના છે. 

- એક જ નામ કે શ્લોકનું લગાતાર રટણ કરવું એ સાધના નથી. વિચારો ને યોગ્ય શબ્દો દ્વારા યોગ્ય ઉચ્ચારણ દ્વારા વ્યવસ્થિત રીતે વ્યક્ત કરતા        સીખતા રહેવું એ કલા સાધના છે. 

- લક્ષ્યને પ્રાપ્ત કરતા સતત પ્રયાસ કરતા રહેવું સાધના છે.

- કોઈપણ કાર્યને સુંદર રીતે કેવી રીતે કરી શકાય. એના માટે પ્રયાસરત અને ચિંતન કરતા રહેવું, સાધના છે. 

- જીવનથી નિરાશ હતાશ વ્યક્તિને જીવન પ્રત્યે અને અન્ય કોઈપણ વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રેરણા આપવી એ સાધના છે. 

- પરમાત્માની મૂર્તિની  સામે બેસી આરતી કે ધૂપ દીપ કરવા એ સાધના નથી, વિધિઓ છે. સાધના એ છે જ્યારે આ વિચાર તમારા મનમાં આવે કે 'પરમાત્માની મૂર્તિની સામે કે એકલા બેઠા બેઠા પરમાત્માના વિચારોમાં ખોવાઈ જાઓ. પરમાત્મા એ તમને માનવ જીવન આપી.  તમારા પર કેટદી કૃપા કરી છે અમીવર્ષા કરી છે, એવું વિચારી તમારી આંખોથી આંસુ અનરાધાર વહેવા માંડે, એ સાધના છે. 

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

चल जल्दी चल (रुबाई)

  चल रे मन चल जल्दी तू मधुशाला  जाकर भर दे प्रेम से खाली प्याला मत तड़पा राह देखने वाली को  करती है इंतजार प्यासी बाला  कुमार अहमदाबादी