Translate

गुरुवार, जुलाई 20

ગરબે રમવા આવો મા અંબા (ગરબો)


ગરબે રમવા આવો મા અંબા નોરતાની રાત છે

રાસ પણ રમીશું સાથે મા અંબા નોરતાની રાત છે

આની સાથે એની સાથે મારી સાથે તેની સાથે

ગરબે રમવા આવો મા અંબા..નોરતાની રાત છે....


ઝમક્યું રે ઝમકયું માં નું મા નું ઝાંઝર ઝમક્યું રે

ચમકી રે ચમકી માની ચુંદલડી ચમકી રે

આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે

ગરબે રમવા આવો મા ચામુંડા.....નોરતાની રાત છે


રઢિયાળી રાત છે તારાઓ સાથે છે

મોજીલી રાત છે ચાંદલિયો સાથે છે

આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે

ગરબે રમવા આવો મા દુર્ગા........ નોરતાની રાત છે


શેરીઓ શણગારી છે શણગાર્યા ચોક છે

સોસાયટી આખે આખી અને શણગારી છે

આની સાથે મારી સાથે મારી સાથે આની સાથે

ગરબે રમવા આવો મા નવદુર્ગા નોરતાની રાત છે

અભણ અમદાવાદી 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

बेमौसम बरसात (रुबाई)

जब जब होती है बेमौसम बरसात  शोले बन जाते हैं मीठे हालात  कहती है बरसात आओ तुम भीगो हौले हौले फिर भीगेंगे जज़बात  कुमार अहमदाबादी