Translate

रविवार, जुलाई 30

સ્ત્રી શણગાર કેમ કરે છે?

જરૂરી છે દીવાનાઓ પ્રશંસા રૂપની કરવા

સલામો ચાંદને ભરવા સિતારાઓ જરૂરી છે

કિસ્મત કુરૈશી


હિન્દી ફિલ્મી ગીત ઘૂંધટ કી આડ સે માં શબ્દો છે 'જબ તક ન પડે આશિક કી નજર સિંગાર અધૂરા રહતા હૈ'. રૂપ શણગાર કોના માટે શા માટે કરે છે? પ્રશંસા માટે. દીવાના ન હોત તો સૌંદર્યને પ્રતિભાવ કોણ આપત? ગગનમાં તારલા હોવાથી ચાંદો વધારે સુંદર લાગે છે. તારલા વિના એની સુંદરતા ઝાંખી પડી જાત, ફીકી થઈ જાત. દરબારમાં રાજા એકલો શોભે? ના. દરબારીઓ વિના રાજા અને દરબાર બંને ય ના શોભે. દીવાનાઓના કારણે રૂપની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.


પત્નીની ટેવ હોય છે. એ તૈયાર થયા પછી પતિને અચૂક પૂછે છે કે આ સાડીમાં હું કેવી લાગુ છું. બરાબર લાગુ છું કે નહીં. જો કે એ વાત જુદી છે. એ જ સાડી પહેલા પણ પાંચ વાર પહેરીને પૂછી ચૂકી હોય છે. પણ આ સ્ત્રીઓનો સ્વભાવ હોય છે. પતિને પૂછવાના બહાને તેઓ પતિના હાવભાવ જુવે છે. તેઓ જુવે છે. પતિ મારી તરફ કયી દૃષ્ટિથી જુએ છે. પતિની નજરમાં પ્રશંસા છે કે નહીં. 

તા.૧૫।૦૪।૧૨ના રોજ દૈનિક જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં' માં છપાયેલો આસ્વાદ લેખ

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

मीठी वाणी क्यों?

  कहता हूं मैं भेद गहन खुल्ले आम  कड़वी वाणी करती है बद से बदनाम  जग में सब को मीठापन भाता है  मीठी वाणी से होते सारे काम  कुमार अहमदाबादी