Translate

सोमवार, जुलाई 17

છટકો હવે(ગઝલ)

ભીંત પર ફોટો બની લટકો હવે

ચક્ર પૂરું થઈ ગયું છટકો હવે


સાધનોના થીગડા માર્યા પછી

ઘર બન્યું છે રૂપનો કટકો હવે


ભોગવો છો ચાતર્યો ચીલો તમે

શૂળ થઈને આંખમાં ખટકો હવે


રેલવેને રોડ પર હાંક્યા પછી

રાજીનામાનો સહો ઝટકો હવે


ચેતવ્યાં'તા પણ તમે માન્યા નહીં

છો કનક તો શું થયું બટકો હવે

અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

શબ્દમાળા

આંખમાં આકાશ છે પાંખને વિશ્વાસ છે ટોચતો હું મેળવીશ ગીત મારા ખાસ છે લાગણીને ગીતોમાં વ્યાકરણનો સાથ છે ટોન સેમીટોન* ને છંદ, લય સંગાથ છે દૂધ જો ઉ...