Translate

बुधवार, जुलाई 19

પ્રેમ અને સમર્પણ(અનુવાદિત બોધકથા)

 

પ્રેમ અને સમર્પણ
(મહાભારતમાંથી)
લેખિકા - મીરા
અનુવાદક - અભણ અમદાવાદી

આ કથા આંબાના વૃક્ષ અને એના પર રહેનાર એક પોપટની છે. ગીચ જંગલમાં આંબાનું એક વૃક્ષ હતું. પોપટની જન્મ એ જ વૃક્ષ પર થયો હતો. એ ત્યાં જ રહેતો હતો. પોપટ આખો દિવસ આમ તેમ ઊડીને ખોરાક શોધતો. સાંજે પાછો એ જ વૃક્ષ પર આવીને આરામ કરતો, ઊંઘી જતો.
એક દિવસ જંગલમાં એક શિકારી આવ્યો. એણે હરણાં નો શિકાર કરવા માટે ઝેરમાં બોળેલું તીર એની તરફ ચલાવ્યું. તીર લક્ષ્યને વીંધી ના શક્યું એ લક્ષ્ય ચૂકી ગયું. લક્ષ્ય ચૂકેલું તીર જઈને વૃક્ષના થડમાં ખૂંપી ગયું. તીર વિષ વૃક્ષમાં ખુંપ્યા પછી એનું ઝેર વૃક્ષમાં ફેલાવા માંડ્યું. ઝેરની અસરના કારણે વૃક્ષ સુકાવા માંડ્યું. ધીમે ધીમે એના પાંદડા અને ફૂલ ખરવા માંડ્યા. ધીમે ધીમે વૃક્ષ ઠુંઠ બની ગયું. જેમ જેમ વૃક્ષ સુકાતું ગયું. એમ એમ એના પર રહેનાર પક્ષીઓ એક પછી એક જવા માંડ્યા. ધીમે ધીમે બધા જતાં પણ રહ્યાં. પરંતુ વૃક્ષના થડમાં રહેનારા એ પોપટે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો. એ વૃક્ષ સાથે લાગણીથી બંધાયેલો હતો. એને વૃક્ષથી અનહદ પ્રેમ હતો, માયા હતી. એ લાગણીશીલ પોપટે વૃક્ષની સાથે જ પ્રાણ છોડવાનો નિર્ણય લઈ લીધો. એણે થડથી બહાર નીકળવાનું છોડી દીધું. ખોરાક ના મળવાના કારણે ધીમે ધીમે પોપટનું શરીર પણ સુકાવા માંડ્યું.
એની ત્યાગ વૃત્તિ, ધીરજ, લાગણીશીલતા, સમર્પણ ભાવ, સુખ દુઃખમાં સંબંધ નિભાવવાના સ્વભાવથી ભગવાન ખુશ થઈ ગયા. ભગવાને ઈન્દ્ર દેવને પોપટ પર મોકલ્યા.
ઈન્દ્ર દેવ વૃક્ષ પાસે પહુંચ્યા. એમને વૃક્ષને કહ્યું "એ પ્રેમાળ શુક, આ જંગલમાં અનેક એવા વૃક્ષ છે. જે ફળ ફૂલથી ભરપૂર છે. તે છતાં તું ફળ ફૂલ વિનાના આ વૃક્ષ પર ક્રમ રહે છે? આ વૃક્ષ તો હવે મૃતઃપ્રાય છે. આજે નહીં કાલે સમાપ્ત થઈ જશે. તું બીજા લીલાછમ વૃક્ષ પર કેમ નથી જતો?
વૃક્ષ પ્રતિ સમર્પિત ધર્માત્મા પોપટે કહ્યું "દેવરાજ, હું આ વૃક્ષની છાયામાં નાનાથી મોટો થયો છું. અહીં મેં મારું બાળપણ વિતાવ્યું છે. આ વૃક્ષે મને કાયમ બાળકની જેમ સાચવ્યો છે: મારું ધ્યાન રાખ્યું છે. મીઠા ફળ ખવડાવ્યા છે. સદગુણો શીખવાડયા છે. મને પોતાનામાં સંતાડીને શત્રુઓથી બચાવ્યો છે. આ બધા કારણોસર હું આને પ્રેમ કરું છું માટે હું છોડવા નથી માંગતો. એવું નહીં થાય કે આજે આના માઠા દિવસો આવ્યા છે ત્યારે હું આને છોડી દઉં. બીજે જતો રહું. જેની સાથે સુખ ભોગવ્યું છે એની સાથે દુઃખ પણ ભોગવીશ. તમે દેવ છો છતાં મને ખોટી સલાહ કેમ આપો છો? જ્યારે આ સમર્થ હતું. શક્તિ સંપન્ન હતું. ત્યારે એના આસરે મેં જીવન વિતાવ્યું છે. આજે જ્યારે શક્તિહીન છે ત્યારે છોડી દઉં? હું આવું નહીં કરું.
ઈન્દ્રને પોપટની વાણી અમૃત સમાન લાગી. ઇન્દ્રદેવ ખુશ પણ થયા. એમને દયા આવી ગયી. તેઓ બોલ્યાં હે શુક, તુ મારી પાસે એક વરદાન માંગી શકે છે" પોપટે કહ્યું "હે દેવ, જો તમારે વરદાન આપવું હોય તો એ આપો કે મારું પ્રિય આ વૃક્ષ ફરી પહેલાં ની જેમ જ લીલુંછમ થઈ જાય.
ઈન્દ્ર દેવે અમૃત રૂપી વરસાદ વરસાવીને વૃક્ષના મૂળને સિંચ્યા. મૂળ સિંચાવાથી વૃક્ષ પહેલાં ની જેમ જ પાછું લીલુંછમ થઈ ગયું.
ઉપર બેસી કર્મોના ચોપડા લખતા ચિત્રગુપ્તે પોપટના ખાતામાં એક શ્રેષ્ઠતમ સત્કર્મ લખી દીધું.
લેખિકા - મીરા
અનુવાદક - અભણ અમદાવાદી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

पुत्रवधू - सवाई बेटी

*पुत्रवधू - सवाई बेटी*  ये जग जाहिर है. संबंधों में विजातीय व्यक्तियों में ज्यादा तालमेल होता है. सामंजस्य होता है. मान सम्मान ज्यादा होता ह...